ભારતનુ ખરૂ ભાવિ દેશના નવયુવાનો તેમજ વિધાર્થીઓની સાચી દિશા કેળવણી પર આઘારિત છે. આ દ્ષ્ટીએ કેળવણી બાળકોને બે પ્રકારની આપવી જોઇએ (૧) આજીવિકા માટે કેળવણી એટલે કે બાળક ભણી-ગણી આગળ વધી પોતાની આજીવિક મેળવવા સક્ષમ બને તેને પોતાની આજાવિકાની ચિંતા ન રહે. (૨) જીવન લક્ષી કેળવણી આ કેળવણીથીબાળકને જીવન કેમ જીવવું તેની તાલીમ મળે જીવનના સિધ્ધાંતો આત્મસાત કરે શાળામાં આજીવિકાનું શિક્ષણ અપાય છે. તેની સાથે સાથે જ જીવન લક્ષી શિક્ષણ પણ મળવું જ જોઇએ તેને માટે આચાર્ય શિક્ષકો સંચાલકો તથા વાલીઓ એ આદર્શ પુરો પાડવાનો છે.શાળામાં જ બાળકોને શારીરિક,માનસિક,બૌધ્ધિક અને વિકાસની તક મથવી જોઇએ શાળામાં આવા પ્રકારની તક મળે તે માટે તેના વિકાસને અનુરૂપકેળવણીની વ્યવસ્થા થવી જોઇએ.
આ સંદર્ભે આચાર્ય તરીકે મારો એક જ સંદેશ છે. કે શિક્ષણ એ એક પવિત્ર કાર્ય છે. તેને યજ્ઞનું સ્વરૂપ આપી પવિત્ર યજ્ઞીય કાર્યને પ્રભાવી રીતે આગળ ધપાવી શકાય.
આવા શિક્ષણથી શિક્ષીત થયેલો બાળક દેશનો ઉતમ નાગરીક બને અને દેશ તથા સમાજ સેવાના કાર્યમાં પ્રવૃત થાય.